ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટને કર્યુ પીચનું નિરીક્ષણ, ભારત પાકિસ્તાન વચ્ચેની મેચવાળી પીચ પર જ રમાશે ફાઈનલ

|

Nov 18, 2023 | 11:46 PM

અમદાવાદ: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલને લઈને મોટા સમાચાર સામે આવ્ચા છે. ભારતીય ટીમ તો અમદાવાદની પીચથી સારી રીતે વાકેફ છે. જો કે ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ અને કોચે પીચનું નિરીક્ષણ કર્યુ હતુ.

અમદાવાદ : ઓસ્ટ્રેલિયા સેમી ફાઈનલ જીત્યું ત્યારબાદ તેના માટે સૌથી વધારે ચિંતા હતી ભારત સામે રમાતા અમદાવાદના સ્ટેડિયમની. કેમ કે અમદાવાદની પીચથી ભારતીય ટીમ સારી રીતે વાકેફ છે પરંતુ ઓસ્ટ્રેલિયાને ચિંતા છે બેટ્સમેન અને બોલરની. જો કે ફાઈનલ પૂર્વે ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ અને આસિસ્ટન્ટ કોચ વેટોરી બંનેએ પીચનું નિરીક્ષણ કર્યુ હતુ અને નિરીક્ષણ કર્યા બાદ તેમણે પીચને લઈને જણાવ્યુ હતુ કે પીચ ઘણી સારી લાગી રહી છે અને ગુડ વિકેટ પીચ હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે મને લાગી રહ્યુ છે કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાઈ હતી તેના જેવી સેમ પીચ છે.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના કોચ રહી ચુકેલા કિશોર ત્રિવેદી સાથે ખાસ વાતચીત- વીડિયો

રાજ્ય એસોસિએશનના એક પીચ ક્યુરેટરે દાવો કર્યો હતો કે જો મેચ કાળી માટીની પીચ પર રાખવામાં આવે છે તો તેના પર 315 રનનો બચાવ કરી શકાય છે કારણ કે આ પીચ પર બીજી ઇનિંગમાં બેટિંગ કરવી આસાન નહીં હોય. આવી સ્થિતિમાં બંને ટીમોની નજર પ્રથમ બેટિંગ કરીને આ સ્કોર સુધી પહોંચવા પર હશે. જોકે, આ મેદાન વર્લ્ડ કપ દરમિયાન પીછો કરવાના મામલે સફળ રહ્યું છે.. એક માહિતી એ પણ સામે આવી કે, ભારત-પાક. વચ્ચેની મેચ દરમિયાન જે પીચ હતી તે જ પીચ પર ફાઈનલ રમાનાર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:34 pm, Sat, 18 November 23

Next Video