Chhota Udepur : ભારે વરસાદને કારણે અશ્વિન નદી બે કાંઠે, કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ, જુઓ Video
છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અશ્વિન નદી બેકાંઠે વહી રહી છે. કુકાવટી ગામ પાસે આવેલો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અને ગ્રામજનોની મુશ્કેલી વધી છે.
છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. કુકાવટી ગામ પાસે આવેલો લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અને ગ્રામજનોની મુશ્કેલી વધી છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા સુકાપુરા અને વેગેનાર ગામના લોકોને નસવાડી આવવા-જવા માટે 6 કિલોમીટરનો વધારાનો ધક્કો ખાવો પડે છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતા કોઝવેના સામેના કિનારે રહેલા લોકો અટવાયા છે.
બીજી તરફ મહીસાગરના ભાદર ડેમમાં પણ પાણી આવક થતા છલોછલ થયો છે. ઉપરવાસમાં ધોધમાર પડેલા વરસાદના કારણે ભાદર ડેમ 97 ટકા ભરાયો છે. ભાદર ડેમમાંથી 338 ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે નીચાણવાળા 7 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. ખાનપુર, લુણાવાડા,અને વીરપુર તાલુકાના 60 ગામોને સિંચાઈનું પાણી પુરુ પાડતો ભાદર ડેમ છલોછલ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
