બનાસકાંઠાઃ દિયોદરના શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ, જુઓ વીડિયો

બનાસકાંઠાઃ દિયોદરના શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 06, 2023 | 7:03 PM

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના એક આર્મી જવાન શહીદ થયા હતા. વડોદરા પાસે અકસ્માત સર્જાતા જવાન જગદીશ ચૌઘરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ શહીદ થયા હતા. જવાનને અંતિમ વિદાય આપવા માટે આર્મી જવાન અને પોલીસ તેમના વતન રાંકીલા ગામે ઉપસ્થિત રહીને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.

વડોદરા નજીક બાઈક લઈને પસાર થઈ રહેલા આર્મી જવાનને અકસ્માત નડ્યો હતો. રજાઓ પૂર્ણ થતા ફરજ પર પરત ફરવા દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માત સર્જાવાને લઈ તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આર્મી જવાન જગદીશ ચૌધરીનો બાઈક પરથી કાબૂ ગુમાવી દેવાને લઈ તેઓને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેઓને ઈજાઓ થતા તેઓ શહીદ થયા હતા. શહીદ જવાનના પાર્થિવ દેહને વતન બનાસકાંઠા લવાયો હતો.

દિયોદરના રાંકીલા ગામે વતનમાં શહિદ જવાનને અંતિમ વિદાય અપાઈ હતી. શહીદની અંતિમ વિદાયને લઈ આર્મી અધિકારીઓ અને જવાનો સહિત સ્થાનિક પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહિદને ગાર્ડ ઓફ ઓનર આપીને વિદાયન આપવામાં આવી હતી. અંતિમ વિદાયની વેળા મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, ગાયકવાડ 7માં ક્રમે અને રવિ બિશ્નોઈ ટોપ-5 માં સામેલ

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 06, 2023 07:03 PM