Monsoon 2022: મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને કરાયા સતર્ક

ભારે વરસાદ (Rain) બાદ અરવલ્લીના (Aravalli) મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો થયો છે. 199.20 મીટરની મુખ્ય સપાટી વટાવી જતા વૈડી ડેમનું પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 11:31 AM

ગુજરાતમાં ચોમાસાનો (monsoons 2022) સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ વરસાદી (Rain Forecast) માહોલ યથાવત રહેશે. જો કે આગાહી મુજબ અને વિસ્તારોમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી રહી છે. અરવલ્લી (Aravalli)  જિલ્લામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અરવલ્લી જિલ્લામાં અલગ અલગ ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં વૈડી અને મેશ્વો ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદ બાદ અરવલ્લીના મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો થયો છે. 199.20 મીટરની મુખ્ય સપાટી વટાવી જતા વૈડી ડેમનું પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે. જેને પગલે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે. હાલમાં 100 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. પાણી વધે તેવી સંભાવનાને પગલે લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. ગોઢા, વડથલી, ખોખરિયા, મુનશીવાડા, નારસોલી, વાંક, લાલપુર, જીતપુર સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

બીજી તરફ અરવલ્લીના શામળાજીમાં પણ મેશ્વો ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે. મેશ્વો ડેમ છલોછલ થતા આંબલી નાકા વેસ્ટ વિયર પર ઓવરફલો પાણી નીકળ્યું હતું. જેને લઈને તંત્રએ 15થી વધુ ગામોને એલર્ટ રહેવા સૂચના આપી છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે મેશ્વો ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ વરસાદી (Rain Forecast) માહોલ યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, કચ્છ (kutch) અને પાટણમાં અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. આ સિવાય અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. મહત્વનું છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">