રાજસ્થાન તરફથી આવતા વાહનો પર પોલીસની બાજ નજર, દારુ પીને કાર હંકારી તો ગયા..!
થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત રાજ્યને જોડતી આંતરરાજ્ય સરહદો પર પોલીસ દ્વારા ચેકિંગ રાઉન્ડ ધ ક્લોક હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી બોર્ડર જિલ્લાઓની પોલીસ દ્વારા દારુને હેરાફેરીને રોકવા માટે બાજ નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન હવે પોલીસ દ્વાર દારુ પીને ગુજરાતમાં પ્રવેશ કરનારાઓ સામે કાર્યવાહી કરવા નેશનલ અને સ્ટેટ હાઈવે પર પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે.
અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન રાજ્યને જોડતી બોર્ડર પર પોલીસ દ્વારા સતત બાજ નજર છેલ્લા કેટલાક દિવસથી રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસે લાખો રુપિયાની દારુની હેરાફેરીને ઝડપી પાડી છે. થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત પોલીસ દ્વારા દારુ પીને પાડોશી રાજ્યમાંથી આવનારાઓ સામે કાર્યવાહી કરવા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર પોલીસનો મોટો કાફલો ખડકવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ PM મોદી નવા વર્ષે દુનિયાના સુંદર ટાપુ પર કરશે રાત્રી રોકાણ, જેની ગુજરાતીએ કરી છે કાયાપલટ
થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં પાડોશી રાજ્યમાં જવાના વધતા ચલણને પોલીસ દ્વારા પોલીસે બોર્ડર વિસ્તારમાં સતર્કતા દાખવી છે. ગુજરાત પોલીસ દ્વારા બનાસકાંઠા અને અરવલ્લીમાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો છે. રતનપુર બોર્ડર, શામળાજી, માલપુર, મેઘરજ સહિતના વિસ્તારોમાં હાઈવે પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. દારુ પીને કાર હંકારવાને લઈ કાર્યવાહી કરવા માટે પણ સૂચનાઓ કરવામાં આવી છે.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ

