Kutch Rain : વરસાદી માહોલ વચ્ચે દરિયાનું રૌદ્ર સ્વરૂપ, કંડલાના દરિયાનો ભયાનક દ્રશ્યો આવ્યા સામે, જુઓ Video

|

Aug 27, 2024 | 9:58 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળ્યુ છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા મળતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળ્યુ છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે દરિયાનું રૌદ્ર સ્વરુપ જોવા મળતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કંડલાના દરિયાનો વીડિયો સામે આવ્યો છે. જ્યાં સ્પષ્ટ પણ જોવા મળે છે કે દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.

કંડલા પોર્ટ પર લાંગરવામાં આવેલા જહાજને સુરક્ષિત કરવામાં આવ્યુ છે. ક્રાફટ બાર્જની કામગીરી સમયે સમુદ્રના પાણી ક્રાફટમાં ફરી વળ્યા હતા. જો કે સુરક્ષા માટે જહાજને આઉટર બોયામાં બાંધી દેવામાં આવ્યુ છે.

બીજી તરફ ભારે વરસાદના પગલે પોરબંદર પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વરસાદની ખતરનાક સિસ્ટમને ધ્યાને રાખી 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીના પગલે સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને બંદર તરફ આવવા સૂચન કરતું 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Next Video