આજનું હવામાન : માવઠાથી નહીં મળે રાહત ! ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાત પર માવઠાના એંધાણની શક્યતા છે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં માવઠુ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાત પર માવઠાના એંધાણની શક્યતા છે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં માવઠુ થાય તેવી આગાહી કરવામાં આવી છે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભાપે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે.
અતિભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના ભાગોમાં વર્તાશે. મહારાષ્ટ્રની અસરને લીધે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં અતિભારેના એંધાણ છે. તેમજ સુરત, ભરુચમાં વરસાદને લીધે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

