Gujarati Video: જામજોધપુરમાં ધોળા દિવસે રુપિયા 20 લાખની લૂંટ, જુઓ લૂંટના CCTV

TV9 GUJARATI

|

Updated on: Mar 14, 2023 | 6:14 PM

જામનગર (Jamnagar) જિલ્લામાં આવેલા જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસે જઇ રહેલા વેપારી વેપાર કરીને બહાર નીકળ્યા ત્યારે અજાણ્યા બાઇક સવારો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી.

જામનગરના જામજોધપુરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. માર્કેટ યાર્ડ નજીક એક વેપારી સાથે લૂંટની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે વેપારી આશરે 20 લાખ રોકડ રકમ લઈને જતા હતા, ત્યારે બાઈક સવાર શખ્સોએ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ છે. જાણ થતા જ પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ પાસે જઇ રહેલા વેપારી વેપાર કરીને બહાર નીકળ્યા ત્યારે અજાણ્યા બાઇક સવારો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. વેપારી પાસે રહેલી અંદાજે 20 લાખ રુપિયા રોકડની લૂંટ કરીને લૂંટારુ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે.

આરોપીઓએ કરેલી લૂંટના CCTV પોલીસના હાથે લાગ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, વેપારી જતા હતા ત્યારે પાછળથી આવી આરોપીઓએ લૂંટને અંજામ આપ્યો હતો અને વેપારી કઈ સમજી શકે તે પહેલા ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપથી પકડવા માટે કવાયત હાથ ધરી છે.

(વિથ ઇનપુટ-દિવ્યેશ વાયડા, જામનગર)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati