DGPના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફરી રહ્યુ છે બુલડોઝર, જુઓ Video

author
| Edited By: | Updated on: Mar 20, 2025 | 1:12 PM

DGPના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં છે. સરખેજ વિસ્તારમાં આવેલા શંકરપુરા અને ઉજાલા સર્કલ નજીક સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સરખેજમાં પાંચ આરોપીઓના મકાન પર બુલડોઝર ફેરવાયું, જેમાં આરોપી શેખ ઈકબાલ, રિઝવાન શેખ, આરિફ મેમણ, કાસમ શેખ અને સુલેમાન પઠાણના મકાનોને પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યુ છે. 

સરકારી જમીન પર બનેલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર

શહેરમાં અસામાજીક તત્વોએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી લીધાં હોવાની માહિતી મળ્યા બાદ AMC, પોલીસ અને મામલતદારની સંયુક્ત ટીમે ડિમોલીશન અભિયાન હાથ ધર્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

પ્રશાસનની કડક કામગીરી

શંકરપુરા, ઉજાલા સર્કલ અને સરખેજ ખાતે ગેરકાયદે મકાનો દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી. AMC, પોલીસ અને મામલતદારની સંયુક્ત ટીમે બુલડોઝર વડે મકાનોનો નાશ કર્યો છે. આ કામગીરી દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરી કાયદાનું અમલ કરાયું. આ ડિમોલીશન અભિયાન શહેરમાંથી ગેરકાયદે બાંધકામ દૂર કરી પ્રશાસનની સખત નીતિ દર્શાવે છે. આગલા દિવસોમાં આવા અન્ય વિસ્તારોમાં પણ આવી કાર્યવાહી હાથ ધરાઈ શકે છે.

આરોપીઓની વિગતો

  • લક્ષ્મણસિંહ ઉર્ફે ગુલાબસિંહ રાઠોડ: આરોપી સામે કુલ 9 ગુના નોંધાયેલા, જેમાં પ્રોહિબિશનના 8 ગુના છે. તેની પત્ની સામે પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે.
  • બાબુ રાઠોડ: આરોપી સામે કુલ 23 ગુના નોંધાયેલા, જેમાં પ્રોહિબિશનના 21 ગુના છે. તેની પત્ની સામે પણ પ્રોહિબિશનનો ગુનો છે.
  • જીતુ રાઠોડ: આરોપી સામે કુલ 7 ગુના નોંધાયેલા, જેમાં પ્રોહિબિશનના 5 ગુના છે. તેની પત્ની સામે પણ પ્રોહિબિશનનો ગુનો છે.
  • દિપક રાઠોડ: આરોપી સામે કુલ 30 ગુના નોંધાયેલા, જેમાં પ્રોહિબિશનના 25 અને હુમલા સહિતના અન્ય 5 ગુના છે. તેની પત્ની સામે પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે.

    ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 20, 2025 12:59 PM