Vadodara : ગાજરાવાડી વિસ્તારમાં 7 ફૂટનો મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ, જુઓ Video
વડોદરામાં ચોમાસામાં મગર શહેરી વિસ્તારમાં આવી જતા હોય છે. પરંતુ વરસાદે વિરામ લીધો હોવા છતા ગાજરાવાડી વિસ્તારમાંથી મહાકાય મગર પકડાયો છે. 7 ફૂટનો મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
વડોદરામાં ચોમાસામાં મગર શહેરી વિસ્તારમાં આવી જતા હોય છે. પરંતુ વરસાદે વિરામ લીધો હોવા છતા વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાંથી મહાકાય મગર પકડાયો છે. 7 ફૂટનો મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જીવદયા સંસ્થાએ મહાકાય મગરનું રેસ્ક્યું કર્યું છે. સુએઝ પમ્પિંગ સ્ટેશ નજીક મગર પકડાયો હતો. રેસ્કયૂ કરી મગરને સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો.
7 ફૂટનો મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ
ચોમાસાની સીઝન પૂરી થઈ ગઈ છે, એમ છતાં વડોદરા શહેરમાં મગરો નીકળવાનો સિલસિલો હજી યથાવત્ છે. ગાજરાવાડી વિસ્તારમાં રોડ ઉપર 7.5 ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો. એને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રેસ્ક્યૂ-ઓપરેશન દરમિયાન મગરે કૂદાકૂદ કરતાં આસપાસ ઊભેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. જોકે ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યૂ ટીમ મગરને ખેંચીને દૂર લઈ ગઈ હતી અને ભારે જહેમત બાદ એને રેસ્ક્યૂ કર્યો હતો. મગરને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
