Rajkot Video : સિટી બસચાલકે મહિલાને અડફેટે લેતા લોકોમાં રોષ, બસમાં કરી તોડ ફોડ
રાજકોટમાં આનંદ બંગલા નજીક સિટી બસચાલકે ટુ-વ્હીલરચાલક મહિલાને અડેફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. તો બીજીતરફ ઘટનાને લઈ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ સિટી બસના કાચ તોડી નાખ્યા છે. આ ઘટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીકની છે.જ્યાં સિટી બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારીને મહિલાને અડફેટે લીધી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
Rajkot : રાજકોટમાં આનંદ બંગલા નજીક સિટી બસચાલકે ટુ-વ્હીલરચાલક મહિલાને અડેફેટે લેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. તો બીજીતરફ ઘટનાને લઈ ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ સિટી બસના કાચ તોડી નાખ્યા છે. આ ઘટના આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીકની છે.
જ્યાં સિટી બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ હંકારીને મહિલાને અડફેટે લીધી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ લોકો એવો તે રોષ ભભૂકી ઉઠ્યો કે સિટી બસના કાચ તોડી નાખ્યા છે. લોકોનો આક્ષેપ છે કે- સિટી બસના ડ્રાઈવરો ખૂબ બેફામ રીતે બસ હંકારે છે. અનેક લોકો તેનો ભોગ બની ચૂક્યા છે.
તો બીજીતરફ ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત મહિલાના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બસના ડ્રાઈવર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાના પરિવારજનોએ ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
તો બીજીતરફ ઘટનાને લઈ ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના દાવા પ્રમાણે, બસ સ્પીડમાં જઈ રહી હતી તે દરમિયાન અચાનક મહિલા રોડ ક્રોસ કરતાં અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ લોકોના ટોળાએ બસના કાચ તોડી નાખ્યા હતા. પોલીસે અકસ્માત અને કાચ તોડવાની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવાનો દાવો કર્યો છે.

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
