Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking News : રેલનગર અંડરબ્રિજ સોમવારથી બે મહિના સુધી રહેશે બંધ, તળિયાનું પાણી રોકવા કરવામાં આવશે સમારકામ, જુઓ Video

Rajkot Breaking News : રેલનગર અંડરબ્રિજ સોમવારથી બે મહિના સુધી રહેશે બંધ, તળિયાનું પાણી રોકવા કરવામાં આવશે સમારકામ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 7:12 AM

રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સોમવારથી બે મહિના સુધી બંધ રહેશે. બ્રિજનું સમારકામ કરવાનું હોવાના કારણે બંધ રાખવામાં આવશે. અંડરબ્રિજના તળિયા અને દીવાલ પર તિરાડો પડી છે, જેના કારણે સતત પાણી ટપકે છે. બ્રિજના તળિયામાંથી નીકળતું પાણી રોકવા, તિરાડો પૂરવા તેમજ બ્રિજના પ્રાથમિક સ્ટ્રક્ચરને ફેરફાર કરવા 56 લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવશે.

Rajkot : રાજકોટનો રેલનગર અંડરબ્રિજ ( Railnagar underbridge )  સોમવારથી બે મહિના સુધી બંધ રહેશે. બ્રિજનું સમારકામ કરવાનું હોવાના કારણે બંધ રાખવામાં આવશે. અંડરબ્રિજના તળિયા અને દીવાલ પર તિરાડો પડી છે, જેના કારણે સતત પાણી ટપકે છે. બ્રિજના તળિયામાંથી નીકળતું પાણી રોકવા, તિરાડો પૂરવા તેમજ બ્રિજના પ્રાથમિક સ્ટ્રક્ચરને ફેરફાર કરવા 56 લાખ રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવશે.

આ પણ વાંચો : Rajkot: વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે રમશે છેલ્લી વન ડે, આ તારીખથી રોહિત બ્રિગેડ આવશે રાજકોટ- જુઓ Video

તળિયા અને દીવાલ પર પડેલી તિરાડોમાં કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ અંડરબ્રિજમાંથી રેલનગર, પોપટપરા, સંતોષીનગર સહિતના વિસ્તારના લોકો પસાર થાય છે. સતત પાણી નીકળવાથી લીલ થાય છે. જેના કારણે કેટલાક લોકોનો વાહનો સ્લીપ થવાની ઘટના બને છે.

સર્વિસ રોડ વગરનો રાજકોટના માધાપર ચોકડીનો ઓવરબ્રિજ

તો બીજી તરફ રાજકોટનો માધાપર ચોકડી બ્રિજ વિવાદમાં આવ્યો છે. માધાપર ચોકડી બ્રિજ પર તૈયાર કરાયેલા ઓવરબ્રિજના લોકાર્પણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તો આ તરફ રાજકોટથી જામનગર રોડ તરફ જતા રસ્તા પર સર્વિસ રોડ જ તૈયાર કરવામાં આવ્યો નથી. નવાઇની વાત તો એ છે કે જે સ્થળે સર્વિસ રોડ તૈયાર કરવાનો છે તે સ્થળ ગાંધી હાઉસિંગ સોસાયટીની માલિકીની છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">