VIDEO : કાંધલ જાડેજાના સમર્થનમાં ધડાધડ રાજીનામા, NCP એ કુતિયાણા બેઠક પરથી ટિકિટ ન આપતા નારાજગી
કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ ન મળતા સમર્થકોમાં રોષ ભભૂક્યો છે. માહિતી મુજબ NCP ના 6 હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધા છે
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે NCP માં પણ ઉમેદવારોને લઈ વિરોધનો સૂર ઉઠ્યો છે. કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ટિકિટ ન મળતા સમર્થકોમાં રોષ ભભૂક્યો છે. માહિતી મુજબ NCP ના 6 હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધા છે. આ પહેલા પણ સૌરાષ્ટ્ર સહિત અનેક તાલુકા અને જિલ્લા હોદ્દેદારોએ NCP નો સાથ છોડી દીધો છે.
કુતિયાણા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઉતારી
ગુજરાત ઈલેક્શન 2022 : તો બીજી બાજુ કુતિયાણા બેઠક પર ભાજપ દ્વારા પહેલા રમેશ ઓડેદરાનું નામ ચર્ચાઈ રહ્યુ હતુ. જો કે હવે મહિલા ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર NCPમાંથી કાંધલ જાડેજા ચૂંટણી લડતા હોય છે. કાંધલ જાડેજાનું રાજ્યસભાની ચૂંટણી હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય તેમનું ભાજપ તરફી વલણ રહેતુ હોય છે. ત્યારે ભાજપે આ વખતે મહિલા ઉમેદવારને આ મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે આ બેઠક પર જે ટફ ફાઇટ હતી તે હવે એકતરફી થઇ ગઇ છે. આ બેઠક પરનું સમીકરણ હવે ખૂબ જ રસપ્રદ બની રહેશે.
