Rajkot: ઉપલેટા યાર્ડમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ, જુઓ Video

|

May 26, 2023 | 9:48 PM

રાજકોટ ખાતે ઉપલેટાના ગાંધી માર્કેટયાર્ડમાં ઘઉંની આવક થઈ છે. મહત્વનુ છે કે યાર્ડમાં ઘઉંના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ખુલ્લી બજારમાં ઓછા ભાવે ઘઉં વેચવા ખેડૂતો મજબૂર છે. ઘઉંનો યોગ્ય ભાવ ન મળતા હોવાની ખેડૂતોની ફરિયાદ છે.

Rajkot: ઉપલેટાના ગાંધી માર્કેટયાર્ડમાં હાલ ઘઉની આવક થઈ રહી છે. પરંતુ ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. જે ઘઉંના ઉત્પાદન પાછળ ખેડૂતોએ વીધા દીઠ 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે, તે જ ઘઉંની પ્રતિમણની કિંમત હાલ ખેડૂતોને માત્ર 400થી 450 રૂપિયા મળી રહી છે. જે ખેડૂતોના કહેવા પ્રમાણે ખૂબ જ ઓછો ભાવ છે. ખેડૂતોની માગ છે કે સારી ગુણવત્તાવાળા ઘઉં હોવા છતાં આટલી ઓછી કિંમત મળવી તે ખેડૂતો માટે યોગ્ય નથી. જેથી ખેડૂતો પ્રતિમણ ઘઉંના 700થી 800 રૂપિયા મળવા જોઈએ તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્યના એક કેબિનેટ મંત્રી IPLની ટિકિટ માટે આવતા ફોનથી છે પરેશાન

ચોમાસું પાકનું વાવેતર કરવાનું હોવાથી ખેડૂતો ઓછા ભાવે ઘઉં વેચવા મજબૂર બન્યા છે.. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ મળીને ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે. એક તરફ જ્યાં ખેડૂતો ઘઉંના ઓછા ભાવ મળી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ માર્કેટયાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video