Gujarati VIDEO : કાંકરેજના શિહોરીમાં સરકારી તબીબ સામે રોષ, વેપારીઓએ દુકાન બંધ રાખી નોંધાવ્યો વિરોધ

Gujarati VIDEO : કાંકરેજના શિહોરીમાં સરકારી તબીબ સામે રોષ, વેપારીઓએ દુકાન બંધ રાખી નોંધાવ્યો વિરોધ

| Edited By: | Updated on: Mar 15, 2023 | 1:18 PM

શિહોરી સામુહિક કેન્દ્રના તબીબો યોગ્ય જવાબ ન આપતા લોકોએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે, ત્યારે તબીબની બદલીની માગ સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

બનાસકાંઠાના કાંકરેજના તાલુકા મથકે તબીબ સામે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. શિહોરી સામુહિક કેન્દ્રના તબીબો યોગ્ય જવાબ ન આપતા લોકોએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે, ત્યારે તબીબની બદલીની માગ સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે આ પહેલા સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ ન આવતા હાલ લોકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે.

તબીબની બદલીની માગ સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

તો આ તરફ કોડીનાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો નો અભાવ હોય દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. કોડીનાર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ માત્ર એક જ તબીબ હોય દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમજ અહીંયા એક જ તબીબ હોય એ પણ કોર્ટના કામે ગયા હોવાનું કર્મીઓએ જણાવ્યું હતું.સામાન્ય શરદી,ઉધરસ અને તાવમાં પણ બે થી ત્રણ કલાકે વારો આવે છે, ત્યારે હાલ તબીબના અભાવે લોકોને સહન કરવાનો વારો આવ્યો છે.

Published on: Mar 15, 2023 01:18 PM