બોટાદમાં આંગણવાડી કેન્દ્રનું અનાજ બારોબાર વેચાતુ હોવાનો આરોપ, જુઓ Video

|

Jun 03, 2023 | 11:12 PM

બોટાદના ગઢડામાં આંગણવાડી કેન્દ્રનું અનાજ બારોબાર વેચાતુ હોવાનો આરોપ લાગવાયો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં કોંગ્રેસે આરોપ લગાવ્યા છે. આ વાયરલ વીડિયોને લઇને શહેર કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી છે.

Botad: આંગણવાડી કેન્દ્રનું અનાજ બારોબાર વેચાતુ હોવાનો કોંગ્રેસે આરોપ કરતા ખળભળાટ મચ્યો છે. ઘટના એવી છે કે આંગણવાડી કેન્દ્ર પરથી બાળકોને આપવાના ભોજનનું અનાજ બારોબાર વેચાતુ હોવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો ગઢડાના સામાકાંઠે હુડકો સોસાયટીમાં આવેલી આંગણવાડીનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

જોકે વાયરલ વીડિયો અંગે TV9 કોઇ પુષ્ટિ કરતું નથી. પરંતુ ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખે વાયરલ વીડિયો અંગે તંત્રને રજૂઆત કરી છે. આંગણવાડીના બાળકોને પુરતું ભોજન નહિં આપી બારોબાર જથ્થો વેચાતો હોવાનો અને આંગણવાડીમાં સંચાલકોની મિલીભગતથી કૌભાંડ ચાલતુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

આ પણ વાંચો : ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના મોત

સરકાર દ્વારા બાળકોને આંગણવાડીમાં ભોજન આપવા માટે સુવિધા કરાઇ છે. જેને લઈ તમામ આંગણવાડીને અનાજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો બાળકોના ભાગનું અનાજ બારોબાર સગેવગે કરી નાણાં કમાતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. બોટાદમાં પણ આવી જ ઘટના બની છે. બાળકોના ભાગનું  અનાજ બારોબાર સગેવગે કરવાનો વીડિયો વાયરલ થતાં આ અંગે કોંગ્રેસે તપાસ કરવા રજૂઆત કરી છે.

બોટાદ અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video