ANAND : તબીબી આલમને શર્મશાર કરતી ઘટના, તબીબોના અમાનુષી વર્તનનો વીડિયો વાયરલ

આણંદના (Anand) તારાપુરમાંથી સામે આવી છે. તારાપુરમાં (Tarapur) એક ગરીબ ગર્ભવતિ મહિલાને (Pregnant women) સારવાર આપવાના બદલે ડોક્ટરે (Doctors) હોસ્પિટલના દ્વાર બંધ કરી દીધા હતા. ગરીબ મહિલા પાસે 42 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 3:51 PM

સમગ્ર તબીબી આલમને શર્મશાર કરતી ઘટના આણંદના (Anand) તારાપુરમાંથી સામે આવી છે. તારાપુરમાં (Tarapur) એક ગરીબ ગર્ભવતિ મહિલાને (Pregnant women) સારવાર આપવાના બદલે ડોક્ટરે (Doctors) હોસ્પિટલના દ્વાર બંધ કરી દીધા હતા. ગરીબ મહિલા પાસે 42 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ડોક્ટર તરફથી સારવાર ના મળતા મહિલાને હોસ્પિટલ બહાર જ બાળકને જન્મ આપવાની ફરજ પડી હતી. કોરોના મહામારી અને કાતિલ ઠંડી વચ્ચે મહિલાએ ખુલ્લામાં બાળકને જન્મ આપ્યો હતો. ડોક્ટરના આવા અમાનુષી વર્તાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાને પ્રાથમિક સારવારની જરૂર પડતા 108 ને બોલાવાઈ હતી. બાદમાં 108 દ્વારા પ્રસુતા મહિલા અને નવજાત બાળકને પ્રાથમિક સારવાર મળી હતી.

વાયરલ વીડિયોએ ભારે ચર્ચા જગાવી, તબીબો પર ફિટકારની લાગણી વરસી

હાલ તો આ ઘટનાને લઇને તબીબો પર ફિટકારની લાગણી વરસી રહી છે. તબીબો માત્ર પૈસા કમાવવા જ પોતાનો વ્યવસાય કરતા હોય છે તેવું આ ઘટના પરથી ફલિત થયું છે. તબીબી વ્યવસાય એ સેવાકાર્ય કહેવામાં આવે છે. પરંતુ, રૂપિયા કમાવવાની હોડમાં તબીબો પોતાના સેવાકાર્યને ભૂલીને, માનવતાને ભૂલીને આવા કૃત્યો કરી રહ્યાં છે. જે ખરેખર તબીબો માટે શરમજનક ઘટના કહી શકાય.

આ પણ વાંચો : રાજકોટ : એક બાદ એક ભાજપના નેતા કોરોના સંક્રમિત થયા, નેતાઓને હોમ આઇસોલેટ કરાયા

આ પણ વાંચો : પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા શરૂ કરાશે કરૂણા અભિયાનઃ જાણો કઈ રીતે મળશે પક્ષી સારવાર કેન્દ્રની જાણકારી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">