1 કરોડ રોકડ અને 100 તોલા સોનું ગયું કયા ? આણંદ પોલીસે સગેવગે કર્યાના આક્ષેપ પર હાઇકોર્ટની ફટકાર
રક્ષકજ જ્યારે ભક્ષક બની જાય ત્યારે ફરિયાદી કયા જાય? આવો જ ઘાટ આણંદમાં બન્યો છે. જેમાં 1 કરોડથી વધુ રોકડ અને 100 તોલા સોનું સગેવગે કરવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટને ગેરમાર્ગે દોરવા ઉપરાંત મુદ્દામાલ સગેવગે કરવા બદલ હાઇકોર્ટે પોલીસને નોટિસ ફટકારી છે.
આણંદ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. જેમાં 1 કરોડથી વધુ રોકડ અને 100 તોલા સોનું સગેવગે કરવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. પોલીસે જપ્ત કરેલ સોનું અને રોકડ ન દર્શાવતા પોલીસ સામે કાર્યવાહીની માગ ઉઠી હતી. કોર્ટને ગેરમાર્ગે દોરવા ઉપરાંત મુદ્દામાલ સગેવગે કરવા બદલ હાઇકોર્ટ નારાજ હોવાનું સામે આવ્યું છે અને પોલીસને આ નાગે જવાબ આપવા જણાવ્યું છે.
આ પણ વાંચો : વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવી આકરા પાણીએ, આણંદ ST ડેપોની અરાજક્તાના પગલે મેનેજર સસ્પેન્ડ, જુઓ વીડિયો
હાઇકોર્ટે રાજ્ય પોલીસ વડા સહિત PI કે. જી ચૌધરી, PI જે વી રાઠોડ, PI એમ આઈ પ્રજાપતિને આ અંગે નોટિસ આપી છે. કોન્સ્ટેબલ એસ વી રાઠોડને પણ પાઠવી નોટિસ છે. જેને લઈ પોલીસ બેડામાં ફફડાટ વ્યાપ્યો છે. ઘરગથ્થુ મહિલાઓ સાથે છેતરપિંડી કેસમાં સાક્ષીઓની હાજરીમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલ મુદ્દામાલ ચાર્જશીટમાં ન બતાવતા અનેક સવાલ ઉઠ્યા. ફેબ્રુઆરી માસમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે તેવું પણ સામે આવ્યું છે.
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
