Anand:  કીર્તિદાન ગઢવીના ડાયરાને લઈને પોલીસ એક્શનમાં, 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

Anand: કીર્તિદાન ગઢવીના ડાયરાને લઈને પોલીસ એક્શનમાં, 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 10:38 PM

આણંદ જિલ્લાના કલમસર ગામે 9 તારીખે કીર્તિદાન ગઢવીના ડાયરાની ઘટના સામે આવી છે. જેના પગલે ખંભાત ગ્રામ્ય પોલીસે 10 લોકો વિરુદ્ધ ભીડ એકત્ર કરવાની ફરિયાદ નોંધી છે.

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)સતત વધી રહેલા કેસો વચ્ચે આણંદ(Anand)જિલ્લામાં 09 જાન્યુઆરીએ યોજાયેલા કીર્તિદાન ગઢવીનો(Kirtidan Gadhvi)ડાયરાનો(Dayro)વિડીયો વાયરલ થયો છે. જેને પગલે હવે વિવાદ પણ છેડાયો છે. જેમાં આણંદ જિલ્લાના કલમસર ગામે 9 તારીખે કીર્તિદાન ગઢવીના ડાયરાની ઘટના સામે આવી છે. જેના પગલે ખંભાત ગ્રામ્ય પોલીસે 10 લોકો વિરુદ્ધ ભીડ એકત્ર કરવાની ફરિયાદ નોંધી છે. તેમજ કોરોના ગાઈડ લાઇનના ભંગની ફરિયાદ કરવામાં આવી છે.

જેમાં પોલીસે ડાયરાના 10 આયોજકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે. જો કે આ ડાયરામાં રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ હાજર હતા. તેમજ ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ અને કરણી સેનાના નેતા પણ હાજર હતા. તેમજ આણંદ જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ આ ડાયરામાં જોડાયા હતા.

આ પણ વાંચો : Jamnagar : કોરોનાના વધતા સંક્રમણમાં વચ્ચે મહાનગરપાલિકા એલર્ટ મોડ પર, વિવિધ કામગીરી શરૂ

આ પણ વાંચો : ફેસબુક પર છોકરીનું આઈડી બનાવી સુરતના યુવકને ફસાવનાર ભાવનગરનો આરોપી પકડાયો

Published on: Jan 11, 2022 10:36 PM
g clip-path="url(#clip0_868_265)">