Anand: ડ્યુટી દરમિયાન મહિલા સાથે કલેકટરની અભદ્ર હરકત! અન્ય અધિકારીઓએ LIVE નિહાળ્યો Video, તાત્કાલિક કરાયા સસ્પેન્ડ
આણંદના કલેક્ટર (collector ) ડી એસ ગઢવીને (DS Gadhvi) સસ્પેન્ડ (Suspend) કરવામાં આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મીટિંગ પૂરી થયા બાદ રંગીલા અધિકારીએ પોતાનો ઓરિજનલ રંગ બતાવ્યો હતો.
Anand : ઓફિસમાં ચાલુ કેમેરા સામે અભદ્ર હરકત કરવી ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીને ભારે પડી ગઇ છે. મહિલા સાથે કથિત રીતે અભદ્ર હરકત કરવા બદલ આણંદના કલેક્ટર (collector ) ડી એસ ગઢવીને (DS Gadhvi) સસ્પેન્ડ (Suspend) કરવામાં આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મીટિંગ પૂરી થયા બાદ રંગીલા અધિકારીએ પોતાનો ઓરિજનલ રંગ બતાવ્યો હતો. કલેક્ટરને થયુ કે કેમેરો બંધ છે અને તેમણે મહિલા સાથે અભદ્ર હરકત કરવાની શરૂ કરી દીધી, પરંતુ તેમને ખબર ન હતી કે કેમેરા ચાલુ જ છે અને રંગીન મિજાજના સાહેબની આ તમામ હરકતો અન્ય અધિકારીઓ લાઇવ નિહાળી રહ્યા હતા.
ઘટના પછી આ કથિત વીડિયો જોતજોતામાં વાયરલ થઇ ગયો હતો અને કલેક્ટરની કરતૂતની કહાની ઉચ્ચ કક્ષા સુધી પહોંચી ગઈ હતી. IAS કક્ષાના અધિકારીની ઓનડ્યુટી આ કરતૂત નિહાળી સ્તબ્ધ થયેલી સરકારે તાત્કાલિક કલેક્ટર ગઢવીને પાણીચું પકડાવી દીધું હતુ.
કલેક્ટર ગઢવી સામેના આક્ષેપો તેમજ કથિત વીડિયો મામલે મહિલા અધિકારીઓની કમિટી તપાસ કરશે. આ કમિટીની અધ્યક્ષતા અગ્ર સચિવ કક્ષાના અધિકારી કરશે. બીજી તરફ કલેક્ટરનો ચાર્જ ડીડીઓને સોંપવામાં આવ્યો છે. ડી.એસ. ગઢવી 2008ની બેચના આઇએએસ અધિકારી છે. ઓ સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે.
