આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, જુદાં- જુદાં વિસ્તારોમાંથી લેવાયા પાણીના નમૂના, જુઓ Video

|

Jun 22, 2024 | 11:58 AM

આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું છે.આ અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા. આણંદ શહેરના અનેક વિસ્તારોમાં ઝાડા - ઉલટીના કેસ સામે આવ્યા છે.

ચોમાસાની શરુઆતમાં જ  ગુજરાતના કેટલાક જિલ્લામાં રોગચાળો વકરી રહ્યો છે. ગુજરાતમા બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં કોલેરા ફેલાયા પછી આણંદ શહેરમાં પણ કોલેરા ફેલાયો છે. જેને લઇને આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

આણંદ શહેરમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયું છે. આ અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા હતા. આણંદ શહેરના અનેક વિસ્તારોમાં ઝાડા – ઉલટીના કેસ સામે આવ્યા છે. રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલમાંથી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

કોલેરાના દર્દી સામે આવતા તંત્ર એક્સન મોડમાં આવ્યું છે. આણંદના જુદાં- જુદા વિસ્તારમાંથી તંત્ર દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે. જાહેરમાં ઉભા રહેતા ખાણીપીણીની લારીઓ પર તવાઈ બોલાય તેવી શક્યતાઓ છે. ઈસ્માઈલનગર, પાઘરીયા, મેલડીમાતા મંદિર,મંગળપુર સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. આ અગાઉ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:57 am, Sat, 22 June 24

Next Video