Mahisagar River Bridge collapse : ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં અનેક ગામોનો સંપર્ક કપાયો, લોકો 50 કિ.મી વધારે ફેરો ફરવા મજબૂર, જુઓ Video
વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાના મહીસાગર નદી પરનો બ્રિજ આજે સવારે 7.30 વાગ્યે ધરાશાયી થયો છે. ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 10 લોકોના મોત થયા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાના મહીસાગર નદી પરનો બ્રિજ આજે સવારે 7.30 વાગ્યે ધરાશાયી થયો છે. ગંભીરા બ્રિજ ધરાશાયી થતા 10 લોકોના મોત થયા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતને જોડતો હતો આ બ્રિજ. બ્રિજ તૂટતા આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો છે. પુલ ધરાશાયી થતા સૌથી મોટી સમસ્યા રોજગારીની સામે આવી છે. આણંદના આંકલાવના વિવિધ ગામમાંથી યુવાનો રોજગારી અર્થે પાદરા આવતા હોય છે. ત્યારે હવે આ લોકો 40 થી 50 કિ.મીનો વધારે ફેરો ફરવા મજબૂર બન્યા છે.
લોકો 50 કિ.મી વધારે ફેરો ફરવા મજબૂર
પુલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં તો અનેકે જીવ ગુમાવ્યો જ છે. પરંતુ બ્રિજ ધરાશાયી થતાં આ રસ્તે મુસાફરી કરનારા લોકો પણ હાલાકીમાં મુકાયા છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા, સંખ્યાડ, મોટી સંખ્યાડ, બામણગામ, ગંભીરા ગામના યુવાનો તેમજ નાની શેરડી, કોઠીયાખાડ, ખડોલ, ચમારા, બીલપાડ તેમજ જીલોડ જેવા ગામના યુવાનો રોજગારી અર્થે પાદરા તાલુકામાં જતા હોય છે. પરંતુ, હવે લોકોને વડોદરા થઈ પાદરા અને ભરૂચ જિલ્લામાં જવા 50 કિલોમીટરનો ફેરો ફરવો પડશે.
