અમરેલીમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં બે આરોપીની ધરપકડ, પોકસો હેઠળ ગુનો નોંધાયો

અમરેલીમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં બે આરોપીની ધરપકડ, પોકસો હેઠળ ગુનો નોંધાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 7:19 PM

અમરેલી પોલીસે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પકડી પાડ્યા છે અને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ કેસમાં જરૂરી પુરાવા પર એકત્ર કરવામાં આવ્યા છે

ગુજરાતના(Gujarat) અમરેલીમાં(Amreli)વડિયા પોલીસે અપહરણ અને દુષ્કર્મના(Rape)આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં બરવાળા બાવળા ગામની સગીરાનું અપહરણ કરીને આરોપીઓએ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. આ દીકરી દ્વારા માતા-પિતાને જાણ કરતા દીકરીના માતા પિતાએ બરવાળા બાવળા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પકડી પાડ્યા છે અને પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેમજ આ કેસમાં જરૂરી પુરાવા પર એકત્ર કરવામાં આવ્યા છે. જેના આધારે પોલીસ ઝડપથી કોર્ટમાં કેસ દાખલ કરીને આરોપીઓને સજા આપવા માટે પણ માંગ કરશે.

આ પણ  વાંચો : Panchmahal : જીએફએલ કંપની બ્લાસ્ટમાં મૃતકના પરિજનોને કંપની 20 લાખની સહાય ચૂકવશે, ઇજાગ્રસ્તોને સાત લાખની સહાય

આ પણ વાંચો : Ahmedabad : વેજલપુરમાં હત્યા કેસ મામલે 5 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો, આરોપીઓને આજીવન કેદની સજા

g clip-path="url(#clip0_868_265)">