અમરેલીઃ ફરજ પર બેદરકારી બદલ 8 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ, SPની કાર્યવાહી
અમરેલી પોલીસના 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે. ફરજમાં બેદરકારીને લઈ 8 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જૂનાગઢ ADI તાલીમમાં મોકલવાને લઈ રજા પર ઉતરી જવાને લઈ અમરેલી પોલીસ અધિક્ષકે કાર્યવાહી કરતા આકરો નિર્ણય કર્યો છે. એસપી હિમકર સિંહે આદેશ કરવાને પગલે જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.
અમેરેલી પોલીસમાં હડકંપ મચ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે એક સાગમટે 8 પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારીને લઈ ફરજમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. 8 જેટલા પોલીસ કર્મીઓ જૂનાગઢ ADI તાલીમમાં જવાનું હતુ, પરંતું તેઓએ તાલીમમાં જવાને બદલે રજા પર ઉતરી ગયા હતા.
રજા પર ઉતરીને બેદરકારી દાખવવા બદલ આ આઠેય પોલીસ કર્મીઓને ફરજથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એડીઆઈ તાલીમમાં જવા માટે આદેશ કરવામાં આવ્યો હતો અને જેનમાં બેદરકારી દાખવીને રજા પર આઠ પોલીસ કર્મીઓ ઉતર્યા હતા. એસપી હિમકર સિંહે આ મામલાને ગંભીરતાથી લીધો હતો.
આ પણ વાંચોઃ થર્ટી ફર્સ્ટને લઈ દારુની હેરાફેરી પર પોલીસની બાજ નજર, શામળાજી નજીકથી ઝડપાયો જથ્થો
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 29, 2023 06:28 PM
Latest Videos

રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
