Amreli: સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ- જુઓ Video

| Edited By: | Updated on: Oct 03, 2023 | 11:39 PM

Amreli: સાવરકુંડલાના મેવાસા વડલી મંદિર નજીક સિંહબાળની લટાર સામે આવી છે. એક સાથે 7 જેટલા સિંહબાળ મોડી રાતે રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા હતા. કોઈ રાહદારીઓએ સિંહબાળોને તેમના કેમેરામાં કેદ કર્યા હતા.

Amreli: સિંહોનું ગઢ ગણાતા અમરેલીમાં ફરી એકવાર સિંહબાળનો વીડિયો વાયરલ થયો છે. સાવરકુંડલા નજીક આવેલા મેવાસા વડલી મંદિર નજીક આ સિંહબાળો ફરી રહ્યા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. એક સાથે 7 સિંહબાળની ગામના રસ્તા પર લટાર જોવા મળી. વીડિયો સાવરકુંડલાના મેવાસા-વડલી મંદિર પાસેનો હોવાનું અનુમાન છે. વિસ્તારમાંથી પસાર થતા કોઇ રાહદારીએ આ દૃશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા. જે બાદ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા.

ઉલ્લેખનીય છે કે અમરેલી, જૂનાગઢ, સોમનાથ જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓ હવે ગામડાઓ સુધી પહોંચી ગયા છે. શિકારની શોધમાં રાતે ગામડાની ગલીઓમાં સિંહ ફરતા જોવા મળે છે. તેમજ ગામમાં સિંહ આવી ચઢયાનાં વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે ફરી એક વાર 7 સિંહબાળ રોડ ઉપર લટાર મારતા જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Gujarati Video: જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPએ સરકાર સામે ચડાવી બાંયો, કલેક્ટર કચેરી સામે કર્યા દેખાવ

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો