હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી થયુ છે્. અડધા કલાકના વરસાદમાં રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાયકલોનીક સર્ક્યુલેશન અને ટ્રફ ના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરી છે.