અમરેલી: ધારીના ગઢીયા ગામે ગેરકાયદે ખનિજ ચોરી કરનારા સામે ખાણ ખનિજ વિભાગનો સપાટો, 40 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત તવાઈ- વીડિયો
અમરેલી: ધારીના ગઢીયા ગામે ખાણ ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનિજ ચોરી કરનારા સામે દરોડાની કાર્યવાહી કરવામાં આવી. જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે ખનિજ ચોરી કરતા 4 ડમ્પર, 1 ટ્રેક્ટર સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોટી કાર્યવાહી હાથ ધરી.
અમરેલી જિલ્લામાં વાંરવાર ખનીજ ચોરીની ફરિયાદો ઉઠતી હોવાને કારણે ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી. અમરેલી કલેકટર અજય દહીયાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગના અધિકારી સુમિત ચૌહાણની અલગ અલગ ટીમોએ ખનીજ ચોરી અને બીનઅધિકૃત ખનન કરતા ખાણ ખનીજ વિભાગની ટીમ ધારીના ગઢીયા ગામમા ત્રાટકી સરકારી પડતર જમીમાં ગેરકાયદે રીતે મંજૂરી રોયલ્ટી વગર માટી ખનન કરવામાં આવી હતી હતી.
અહીંથી 4 ડમ્પર 1 ટ્રેક્ટર મળી 5 વાહનો ઝડપી લેવામાં આવ્યા છે. તમામ મુદામાલ ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. એક ટ્રેક્ટર બગસરા વિસ્તારમાંથી રેતી ચોરી કરતું જપ્ત કરવામાં આવ્યું છે. હાલમાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વાહનો જપ્ત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને કેટલા સમયથી ગેરકાયદે રીતે માટી ચોરી કરવામાં આવી રહી હતી તે અંગે તપાસ હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની મોટી રેડના કારણે આસપાસના ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: હાર્ટ એટેકના વધતા કેસને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસે યોજ્યો કેમ્પ- જુઓ તસ્વીરો
અમરેલી રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશ સાધુએ જણાવ્યુ ધારી તાલુકામાંથી વારંવાર માટી ચોરીની ફરિયાદો વારંવાર અમારા સુધી આવતી હતી. જેના આધારે રેડ કરતા બિનઅધિકૃત રીતે માટી ચોરી કરતા 4 ડમ્પર અને એક ટ્રેક્ટર ઝડપી લઈ ધારી પોલીસ સ્ટેશનમાં વાહનો જપ્ત કર્યા છે અને હાલમાં દંડ વસૂલવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આજ રીતે ખનીજ ચોરી સામે આવશે તો હજુ પણ પકડીને કાયદેસરની કાર્યવાહી કરીશું.
Input Credit- Jaydev Kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો