Amreli : જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, પાક નિષ્ફળ જતા સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના માણસા ગામે ખેડૂતોએ ભારે હૈયે મગફળીના પાકમાં દિવાસળી ચાંપી છે.

કમોસમી વરસાદમાં મગફળીનો પાક બગડી જતાં ખેડૂતોને પાક સળગાવવાનો વારો આવ્યો છે. ખેતરોમાં એટલું નુક્સાન થયું છે કે ઢોરને ખવડાવવા માટે પણ પૂરતો પાક નથી રહ્યો.જેના લીધે અમુક ખેડૂતો માટે બગડી ગયેલો પાક ઢોરોને ખવડાવી દેવાની નોબત આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદમાં ન માત્ર મગફળી પરંતું ડુંગળી અને કપાસના પાક પણ નિષ્ફળ જતાં ખેડૂત પરિવારો પર પડ્યા પર પાટું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સરકાર ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરે તેવી ધરતીપુત્રો માગ કરી રહ્યા છે.