એમોનિયા ગેસ ભરેલુ ટેન્કર રાજકોટ-અમદાવાદ હાઇવે પર પલટ્યુ, સુરક્ષા માટે ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી

|

May 02, 2022 | 11:45 AM

રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે ઉપર બામણબોર નજીક એક એમોનિયા (Ammonia) ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતાં મોટુ જોખમ ઊભુ થયુ હતુ. 15 મેટ્રિક ટન એમોનિયા ભરેલા ટેન્કરનો વાલ્વ લીકેજ થઇ ગયો હતો.

રાજકોટ– અમદાવાદ હાઇવે પર (Rajkot-Ahmedabad Highway) એક એમોનિયા ભરીને જતુ ટેન્કર પલટી ખાઇ ગયુ છે. બામણબોર નજીક ટેન્કરમાં વાલ્વમાં લીકેજ (Leakage) થયુ હતુ. ગેસ મોટા પ્રમાણમાં લીકેજ થવાના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટલુ જ નહીં લીકેજના કારણે લોકોની સુરક્ષા માટે ટ્રાફિક ડાઈવર્ટ (Traffic divert) કરવાની ફરજ પડી હતી.

રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે ઉપર બામણબોર નજીક એક એમોનિયા ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતાં મોટુ જોખમ ઊભુ થયુ હતુ. 15 મેટ્રિક ટન એમોનિયા ભરેલા ટેન્કરનો વાલ્વ લીકેજ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક અકસ્માતના સ્થળે પહોંચી ગયું હતુ અને લીકેજથી થતી જોખમી અસર ટાળવા માટે તેના ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. લીકેજના કારણે ટ્રાફિક ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી.

મહત્વનું છે કે એમોનિયા એક જીવલેણ ગેસ મનાય છે, તેના કારણે લોકોના જીવન ઉપર જોખમ ઊભુ થઈ શકે છે. એમોનિયા ગેસના સ્વરૂપે જે દિશામાં પવન હોય એ તરફ ઉડે છે. એકદમ ઠંડો ગેસ હોવાના કારણે એ ચામડીના સંપર્કમાં આવે તો તે દઝાડે છે પણ જેને અસર થઈ હોય તેને થોડી પળો પછી તેની જાણ થાય છે. ત્યારે તેના જોખમને ટાળવા માટે પુરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

આ પણ વાંચો-સોખડા વિવાદ યથાવત : ગુણાતીત ચરણ સ્વામીના મોત મુદ્દે તપાસનો ધમધમાટ,વધુ 6 સ્વામીઓની પૂછપરછ

Next Video