વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ જયપુરમાં રાજસ્થાનના રાજવી પરિવાર સાથે કરી મુલાકાત, આજે ભરશે ઉમેદવારી ફોર્મ- Video

|

Apr 16, 2024 | 12:25 AM

ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પરશોત્તમ રૂપાલા પણ હવે એક્શનમાં આવ્યા છે. અગાઉ રૂપાલાએ પાળિયાદ ધામના સંતો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી અને સંતોએ તેમને આશિર્વાદ પાઠ્યા હતા. જે બાદ આજે તેઓ રાજસ્થાનના રાજવી પરિવારને મળવા જયપુર પહોંચ્યા છે.

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પણ ક્ષત્રિયોનો રોષાગ્નિ ઠારવા માટે જાણે એક્શનમાં આવ્યા છે. રવિવારે રાજકોટના મોરબી રોડ પર આવેલારતનપર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યુ હતુ. જેમા બે લાખ જેટલા ક્ષત્રિય સમાજના સ્ત્રી પુરુષો હાજર રહ્યા હતા અને ભાજપને 19 તારીખ સુધીનું રૂપાલાની ટિકિટ રદ કરવા માટેનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. જે બાદ રૂપાલા આજે રાજકોટના તેમના પૂર્વનિર્ધારિત કાર્યક્રમો પતાવી રાજસ્થાનના રાજવી પરિવારને મળવા જયપુર જવા રવાના થયા હતા. તેમની સાથે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પણ હતા.

રાજકોટથી ચાર્ટડ પ્લેન દ્વારા બંને નેતાઓ રાજસ્થાન પહોંચ્યા હતા. રાજસ્થાનના ક્ષત્રિય આગેવાનો અને રાજવીઓ ગુજરાત સાથે જોડાયેલા છે. પરશોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરવાના છે એ પહેલા તેમની રાજસ્થાનના રાજવી પરિવાર સાથેની આ બેઠક ઘણી સૂચક ગણાઈ રહી છે.

જો કે રાજકોટમાં ગઈકાલે યોજાયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા મહાસંમેલન બાદ પણ સમાજમાં જાણે તડા પડ્યા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. જેમા રૂપાલા સામેના આંદોલન મુદ્દે ક્ષત્રિય સમાજમાં જ ખેંચતાણ જોવા મળી છે. મહાસંમેલન મુદ્દે રાજકોટના પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાપદ્મિનીબાએ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ રાજકોટના સંમેલનમાં કોઈ મહત્વનો નિર્ણય આવ્યો નથી. ત્યારે સમાજના લોકો શું ભાષણ સાંભળવા એક્ઠા થયા હતા તેવો સવાલ પણ તેમણે કર્યો છે.

આ પણ વાંચો: ક્ષત્રિયોના આંદોલનનો આવી શકે છે સુખદ અંત, CM નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video