Ahmedabad : કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 22, 2024 | 11:49 AM

શહેરોમાં ઠેર - ઠેર જાહેરાત માટે હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. ત્યારે અમદાવાદના કાંકરિયા પાસે એક મોટી દુર્ઘટના થતા અટકી છે. કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું હોવાનું સામે આવ્યુ છે.

શહેરોમાં ઠેર – ઠેર જાહેરાત માટે હોર્ડિંગ લગાવવામાં આવતા હોય છે. જો કે કેટલીક વાર બેદરકારીના કારણે આ હોર્ડિંગ પડવાના કારણે દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે અમદાવાદના કાંકરિયા પાસે એક મોટી દુર્ઘટના થતા અટકી છે. કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદમાં ભારે પવન ન હોવા છતા હોર્ડીંગ બોર્ડ તૂટી પડતા એક જ પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. લોખંડનું ભારે અને વીશાળ હોર્ડિંગ પડતા બાળક સહિત અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક ધોરણે LG હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

એજન્સીઓ અને AMC અધિકારીઓની મિલીભગતનો કરાયો આક્ષેપ !

જોકે શહેરમાં ઠેર – ઠેર AMC દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ પણ કેટલીક વખત સાઈન બોર્ડ ખડકી દેવામાં આવતા હોય છે. આ તરફ એજન્સીઓ અને AMCના અધિકારીઓની મિલીભગત હોવાના પણ આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. આ અગાઉ ભારે વરસાદના કારણે મુંબઈમાં હોર્ડિંગ પડવાની ઘટના બની હતી છતા પણ તંત્ર બેદરકાર હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે.