અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ, રસોડામાં ગંદકીના થર જામેલા મળ્યા જોવા

અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ, રસોડામાં ગંદકીના થર જામેલા મળ્યા જોવા

| Edited By: | Updated on: Jan 13, 2026 | 7:59 PM

અમદાવાદમાં આવેલ દાસ ખમણની દુકાન સામે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન રસોડામાં અસ્વચ્છતા જોવા મળી હતી તેમજ ગંદકીના જમા થયેલા થર નજરે પડ્યા હતા. પાત્રાનો સંગ્રહ સ્વચ્છતા વિનાની પ્લાસ્ટિકની થેલીઓમાં કરાયેલો હોવાનું સામે આવ્યું. ઉપરાંત, ફ્રીજ અને સ્ટોર રૂમમાં યોગ્ય સફાઈ ન હોવાને કારણે આરોગ્ય ધોરણોના ઉલ્લંઘન બદલ એકમને સીલ કરવામાં આવ્યો છે.

ઉતરાયણના તહેવાર દરમિયાન લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ટીમો રચી, ઊંધિયું અને જલેબીનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓના સ્થળે સઘન ચેકિંગ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ દાસ ખમણની દુકાન સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. આરોગ્ય વિભાગની ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી, જેમાં રસોડાની અંદર અસ્વચ્છતા જોવા મળી હતી. કિચનમાં ગંદકીના થર જોવા મળ્યા હતા તેમજ પાત્રાનો સંગ્રહ ગંદી પ્લાસ્ટિકની થેલીઓમાં કરાતો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત ફ્રીજ અને સ્ટોર રૂમમાં પણ યોગ્ય સફાઈ ના હોવાને કારણે ગંભીર બેદરકારી સામે આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રીના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે, જેમાં પાત્રા, ઊંધિયું, ચટણી, ખમણ અને જલેબીનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા બાબતે AMCનું કડક વલણ સ્પષ્ટ થાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.