અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના હવામાનમાં આવશે પલટો, 22 ડિસેમ્બર પછી પડશે આકરી ઠંડી
હવામાન ક્ષેત્રના જાણકાર અંબાલાલ પટેલે, ઠંડી અને વાતાવરણના પલટાને લઈને વધુ એક નવી આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ગુજરાતમાં આગામી 21 ડિસેમ્બર સુધીમાં આકાશમાં વાદળો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા જ ગુજરાતમાં કાતીલ ઠંડીનો ચમકારો અનુભવાશે.
ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો અનુભવવા મળશે તેવી આગાહી કરતા હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. જાન્યુઆરી મહિનામાં એક બે હળવાથી મધ્યમ કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામશે. જેની અસર ગુજરાતાના વાતાવરણમાં પણ વર્તાશે. ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આગામી સપ્તાહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામશે. જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળશે, ખાસ કરીને હિમાલય પર્વતમાળાના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ જોવા મળશે.
આ સમયે એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન પણ બનતુ હોવાથી ગુજરાત તરફ આવતા વાદળોને પાછા ધકેલાવાશે. જેના કારણે ગુજરાતમાં આગામી 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ઠંડીનુ પ્રમાણ જળવાઈ રહેશે. પરંતુ જેવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થશે તેની સાથે જ, ગુજરાતમાં તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાશે.
હવામાન ક્ષેત્રના જાણકાર અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં વાતાવરણમા્ પલટો આવવાની આગાહી કરતા જણાવ્યું છે કે, જાન્યુઆરી 2026માં પણ એક- બે હળવાથી માધ્યમ કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામશે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ખાસ કરીને ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડી અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એપ્રિલ માસ સુધી રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે, ફેબ્રુઆરીથી એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના કોઈક કોઈક ભાગમાં માવઠું થવા સાથે કરા પડી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશે, ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ
