રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી માવઠાનો માહોલ છવાયો છે. માવઠાને કારણે ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને તૈયાર પાકનો સોથ બોલી ગયો છે. ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયુ છે ત્યારે હવે ગુજરાતના માથેથી આ માવઠાન વાદળો ક્યારે હટશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મોટી આગાહી કરી છે. રાજ્યમં 2જી નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. 7 નવેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. રવિ પાક માટે સારુ વાતાવરણ બનશે.
રાજ્યવાસીઓને 2 નવેમ્બર બાદ માવઠાથી થોડી રાહત મળી શકે છે. આ સાથે શિયાળાની અસર વર્તાવાની પણ શરૂ થઈ જશે અને 7 નવેંમ્બરથી વિધિવત રીતે શિયાળો બેસી જશે. જેનાથી રવિ પાક માટે અનુકૂળ વાતાવરણ બનશે.