AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આ વર્ષે નહીં યોજાય ગીરનારની લીલી પરિક્રમા, માવઠાને કારણે મોટાપાયે રસ્તાઓનુ ધોવાણ થતા નિર્ણય

દર વર્ષે પ્રકૃતિના ખોળે યોજાતી ગીરનારની લીલી પરિક્રમા પર આ વર્ષે માવઠાનું ગ્રહણ લાગ્યુ છે અને પરિક્રમાં રૂટ પરના રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થતા આ વર્ષે પરિક્રમા સ્થગિત રાખવામાં આવી છે.

| Updated on: Oct 31, 2025 | 4:23 PM
Share

જુનાગઢમાં ગરવા ગીરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે યોજાતી ગીરનારની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે નહીં. ખરાબ રસ્તાને કારણે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ સમગ્ર ગુજરાતમાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે અને માવઠાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે મોટાપાયે નુકસાન જોવા મળી રહ્યુ છે ત્યારે પરિક્રમાં રૂટ પર પણ માવઠાને કારણે મોટાપાયે ધોવાણ થયુ છે. જેના કારણે તંત્ર દ્વારા આ વર્ષે પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પંરપરા જાળવવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે

જો કે પરંપરા જાળવી રાખવા માટે 1 નવેમ્બરે પ્રતીકાત્મક રીતે 100 લોકો માટે પરિક્રમાં યોજાશે. જેમા ભવનાથના સાધુ સંતો દ્વારા તા 1 નવેમ્બરના રાત્રિના પૂજન અર્ચન કરવામાં આવશે અને 2 જી નવેમ્બરે સવારે પ્રતિકાત્મક પરિક3માં શરૂ કરવામાં આવશે. પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન વનવિભાગ, પોલીસ, આરોગ્ય વિભાગ, ડોલીવાળા સાથે રહેશે.

પરિક્રમાં યોજવા માટે પણ અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, તંત્રના તમામ અધિકારીઓ, કલેક્ટર, એસપી, ડીસીએફ, સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્યો સહિિતનાએ પરિક્રમાં રૂટનું ચેકિંગ કર્યુ હતુ અને આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. માવઠાને કારણે મોટાપાયે રસ્તાનું ધોવાણ થયુ છે. રસ્તાઓ તદ્દન બિસમાર બન્યા છે. જેના કારણે ભાવિકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી શકે છે. રૂટ નિરીક્ષણ દરમિયાન તમામે પરિક્રમા રદ કરવા માટેનો સામૂહિક નિર્ણય લીધો હતો.

જંગલ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદને કારણે મોટા પાયે માટીનું ધોવાણ થયુ છે. જેના કારણે અન્નક્ષેત્રો માટે સામાન પણ પહોંચાડી શકાય તેવી સ્થિતિ નથી. ભાવિકોને ભારે હેરાનગતિ ન થાય તેને ધ્યાને રાખી તંત્રએ આ નિર્ણય લીધો છે.  તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ વર્ષે પરિક્રમાં માટે જુનાગઢ ન આવવા માટે અપીલ કરવામાં આવી છે. ગીરનારની લીલી પરિક્રમાના ઈતિહાસમાં કોરોના બાદ બીજીવાર એવુ બન્યુ છે કે બંધ સ્થગિત કરવી પડી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">