હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્યોત પરથી કરી આગાહી, ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેશે, ચોમાસુ આ મહિનાથી બેસશે

| Edited By: | Updated on: Mar 18, 2022 | 6:40 AM

હોળીની જ્યોત પરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં ગરમી કેવી રહેશે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એપ્રિલ પછી આકરી ગરમીનો અનુભવ થવાનું જણાવ્યુ છે.

હોળી પહેલા જે રીતે હવામાન (Weather) બદલાય છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમી (Heat) લોકોને પરેશાન કરશે. માર્ચ મહિનાના મધ્ય સુધીમાં જ આકરી ગરમીએ ગુજરાતને તપવી દીધુ છે. તો બીજી તરફ હોળીની જ્યોત પરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) આગામી સમયમાં ગરમી કેવી રહેશે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એપ્રિલ પછી આકરી ગરમીનો અનુભવ થવાનું જણાવ્યુ છે, તો આ વર્ષે ચોમાસુ  (Monsoon) કેવુ રહેશે તે વિશે પણ જણાવ્યુ છે.

ઉનાળાની ગરમી અંગે આગાહી

હોળીમાં પવનની દિશા મહત્વની માનવામાં આવે છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્યોત પરથી આગાહી કરી છે. અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરો અંગેના વલણો અંગે મહત્વની માહિતી આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદમાં સૌથી વધારે ગરમી રહેશે. ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેશે. તેમજ આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિનામાં વાવાઝોડા સૌથી વધારે રહેશે. 26 એપ્રિલ બાદ 47 ડિગ્રી ગરમી રહેશે.

ચોમાસાના વરસાદ અંગે આગાહી

અંબાલાલ પટેલેચોમાસાને લઈને પણ આગાહી કરી છે કે મે મહિનામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી રહેશે. પશ્ચિમ ઉત્તરના પવનના કારણે વંટોળ અને વાવાઝોડાનું પ્રમાણ રહેશે. તેમણે જણાવ્યુ છે કે શરૂઆતમાં વરસાદ રહેશે બાદમાં અનિયમિત વરસાદ રહેશે. ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે.

હોળી પ્રગટાવ્યા બાદ ઝાળ જે દિશામાં જાય તેના આધારે ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે જાણકારો દ્વારા આગાહી કરવામાં આવે છે. દરેક વિસ્તારમાં પવનની દિશા મુજબ ઝાળ જતી હોય છે. જેના આધારે આ બાબતોના જાણકારો વર્તારો કરતા આવ્યા છે. આવી આગાહી વર્ષોથી કરવામાં આવતી હોય છે. જો કે આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં આ પ્રકારે કરાતી પરંપરાગત આગાહી બાબતે સંશય રાખવામાં આવે છે.

(વૈધાનિક ચેતવણી: આ સમાચાર માત્ર માહિતી આપવા માટે જ છે. TV9 આ વાત સાથ સાથે સહમત થાય જ છે તેમ માનવુ નહી )

આ પણ વાંચો-

Ahmedabad : SVPI એરપોર્ટે સર્જ્યો નવો વિક્રમ, 48 દિવસમાં રનવેનું કામકાજ પૂર્ણ કર્યું

આ પણ વાંચો-

Kutch : મુન્દ્રા પોર્ટ પરથી DRI એ રૂપિયા 9.36 કરોડની કિંમતનું રકતચંદન જપ્ત કર્યું, આવી હતી મોડસ ઓપરેન્ડી