Ahmedabad : SVPI એરપોર્ટે સર્જ્યો નવો વિક્રમ, 48 દિવસમાં 1,08,000 MT કરતાં વધુ ડામર પાથરી DBMનું 5 સ્તરીય કામકાજ પૂર્ણ.

SVPI એરપોર્ટ પર પ્રવાસીઓની સલામતી અને શ્રેષ્ઠત્તમ સેવાઓમાં સુધારો કરવા મુખ્ય રનવેના પુનઃસ્થાપનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ મુસાફરોની સુવિધાઓ અને સલામતી માટે કટીબદ્ધતાને સર્વોચ્ચ મહત્વ આપવાથી રનવેનું કામકાજ નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવામાં સફળતા મળશે.

Ahmedabad : SVPI એરપોર્ટે સર્જ્યો નવો વિક્રમ, 48 દિવસમાં 1,08,000 MT કરતાં વધુ ડામર પાથરી DBMનું 5 સ્તરીય  કામકાજ પૂર્ણ.
Ahmedabad SVPI Airport
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 18, 2022 | 9:26 AM

અમદાવાદના(Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે( SVPI) વધુ એક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. એરપોર્ટ પરના રનવેના પુનઃસ્થાપનનું કાર્ય નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એરપોર્ટે પ્રસ્તાવિત  રનવેના (Run Way)  મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. રનવેના કામકાજને સમયસર પૂર્ણ કરવા SVPI એરપોર્ટની ટીમોએ અનેક મોરચે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.SVPI એરપોર્ટ પર પ્રવાસીઓની સલામતી અને શ્રેષ્ઠત્તમ સેવાઓમાં સુધારો કરવા મુખ્ય રનવેના પુનઃસ્થાપનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમજ મુસાફરોની સુવિધાઓ અને સલામતી માટે કટીબદ્ધતાને સર્વોચ્ચ મહત્વ આપવાથી રનવેનું કામકાજ નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવામાં સફળતા મળશે.

રનવે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો

SVPI એરપોર્ટના રનવે પર 17-જાન્યુ-2022 થી લઈને કામકાજના 48 દિવસમાં 1,08,000 MT કરતાં વધુ ડામર પાથરી DBMનું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કર્યુ છે, જે સમગ્ર દેશમાં ઓપરેશનલ રનવેના કામમાં એક રેકોર્ડ છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે. હવે આ રનવે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે.

બહેતર સવારીની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો

રનવે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે બહેતર સવારીની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે. તદુપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનનું બાંધકામ પણ પૂર્ણતાના આરે છે

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો :  Kheda: ડાકોરમાં હોળી-ધૂળેટી નિમિત્તે લાખો પદયાત્રીઓએ રાજાધિરાજના દરબારમાં નમાવ્યું શીશ

આ પણ વાંચો :  સરદાર સરોવર યોજના : સહભાગી રાજ્યોએ હજુ સુધી રૂ. 7000 કરોડ ચૂકવ્યા નથી, મધ્યપ્રદેશ પાસે સૌથી વધુ બાકી છે

g clip-path="url(#clip0_868_265)">