આજનું હવામાન : ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં છે વરસાદનું એલર્ટ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં છે વરસાદનું એલર્ટ, જુઓ Video

| Updated on: Sep 19, 2025 | 7:41 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં 30થી40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે તથા વીજળીના કડાકા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 5 દિવસ રાજ્યમાં 30થી40 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે તથા વીજળીના કડાકા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી

ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 5 દિવસ રાજ્યમાં 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલાંક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિની શરુઆતમાં હવામાનમાં પલટો આવી શકે છે. આગામી 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

ક્યાં જિલ્લામાં અપાયું યલો એલર્ટ ?

  1. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ
  2. ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ
  3. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,
  4. સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ
  5. સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, દ્વારકા
  6. અમરેલી, રાજકોટ, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો