આજનું હવામાન : ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે 26 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. તો 27 અને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે 26 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. તો 27 અને 28 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મેઘરાજા પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં મન મૂકીને વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. આ ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તો 27, 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળતરબોળ થશે. આ વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. તેમજ 27 બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.
