આજનું હવામાન : ગુજરાત પર ચક્રવાતનો ખતરો ! બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાત પર ચક્રવાતનો ખતરો ! બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાતની અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video

| Updated on: Oct 16, 2025 | 8:05 AM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે ઓકટોબરના અંતમાં ચક્રવાતની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે ઓકટોબરના અંતમાં ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. 26 ઓકટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓકટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યમાં 23 ઓકટોબરથી ઠંડા પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.

ગુજરાત પર ચક્રવાતનો ખતરો !

હવામાન વિભાગની આગાહી અનુસાર દિવાળી પર માવઠાની અસર જોવા મળી શકે છે. દિવાળી બાદ ચક્રવાતની પણ શકયતાઓ છે. આગાહીકાર અંબાલાલ પટેલની ખુબ જ ડરામણી આગાહી સામે આવી છે. અંબાલાલનુ અનુમાન છે કે 26 ઓક્ટોબર બાદ બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત સર્જાશે. ચક્રવાતની અસરને પગલે હવામાનમાં પલટો આવશે. 30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં 17થી 20 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.દિવાળીના તહેવારો વખતે પણ વરસાદની શક્યતાથી લોકોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો