આજનું હવામાન : જગતના તાત પર માવઠાનું સંકટ ! અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ત્યારે 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના શહેરો તથા કચ્છમાં કડકડતી ઠંડી પડી તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા 3 દિવસથી લોકોને શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આગામી 24 કલાક બાદથી જ રાજ્યમાં ઠંડી કહેર મચાવી શકે છે. જ્યારે ઉત્તર ભારતમાં હાલ શીતલહેર શરૂ થઇ છે.જમ્મુ-કાશ્મીરમાં હિમ વર્ષા થઇ રહી છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે આગામી કલાકોમાં ગુજરાત પણ ઠંડુગાર થઇ શકે છે.ઓક્ટોબરની જેમ ડિસેમ્બરમાં પણ માવઠું થઇ શકે છે.
જગતના તાત પર માવઠાનું સંકટ !
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ત્યારે 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના શહેરો તથા કચ્છમાં કડકડતી ઠંડી પડી તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો ગગડી શકે છે. રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.
કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થાય તેવી શક્યતા છે. અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે. અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમૂક વિસ્તારમાં પણ માવઠું પડી શકે છે. તેમજ કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

