આજનું હવામાન : ફરી માવઠાનું સંકટ ! આ તારીખે કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video

આજનું હવામાન : ફરી માવઠાનું સંકટ ! આ તારીખે કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video

| Updated on: Nov 07, 2025 | 8:16 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડી-ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. સવારના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડી-ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. સવારના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. જ્યારે પવનોની દિશા બદલતા વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં મહત્તમ તાપમાન યથાવત રહેષે. તેમજ આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. તો અંબલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઉભુ થશે જે 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. આ ચક્રવાતને કારણે ફરી માવઠા જેવું વાતાવરણ બનશે. તેમણે કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો