ભરશિયાળે ગુજરાતમાં વરસાદ ! રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી – જુઓ Video
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવી શકે છે. ટૂંકમાં કહીએ તો, ભરશિયાળે કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડવાની સંભાવના છે.
આવતા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર બદલાવ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાક દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ક્યાંક ક્યાંક હળવા છાંટા પણ પડી શકે છે.
પાટણ, સમી, હારીજ, પાલનપુર, રાધનપુર, વાવ અને થરાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી શકે છે. જો અચાનક વરસાદ પડે તો ખેતી પર તેની અસર પડી શકે છે, ખાસ કરીને જીરું અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
