Breaking News : અંબાલાલ પટેલે કરી આગાહી, 25 અને 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદ પડશે

| Updated on: Jan 23, 2026 | 1:36 PM

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી આપી છે. તેમણે જણાવ્યું છે કે 25 અને 26 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યના હવામાન પર અસરકારક બનશે. આ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, જાન્યુઆરી મહિનાના અંત સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે અને કમોસમી વરસાદના કારણે ઠંડીનો ચમકારો વધુ અનુભવાશે. તેઓએ આગાહી કરી છે કે ફેબ્રુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, જેને કારણે વરસાદ અને પવનની સ્થિતિ અનિશ્ચિત રહેશે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલની હવામાનને લગતી આગાહી મોટેભાગે સાચી પડતી હોય છે. ત્યારે હવે અંબાલાલ પટેલે ફરી એક વખત કરેલી માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને પોતાના પાકમાં નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 23, 2026 01:33 PM