Breaking News : નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર, જુઓ Video

Breaking News : નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર, જુઓ Video

| Updated on: Oct 18, 2026 | 10:06 AM

નવરાત્રી પર્વ નિમિત્તે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંગળા આરતી દરમિયાન મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં જય અંબેના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં નવરાત્રી પર્વ નિમિત્તે મા અંબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યભરમાંથી અને દૂર-દૂરથી માઈ ભક્તો અંબાજી ધામ પહોંચી રહ્યા છે. વહેલી સવારે યોજાતી મંગળા આરતીનો લ્હાવો લેવા માટે ભક્તો લાંબી કતારોમાં ઉભા રહીને પોતાની ભક્તિ પ્રગટ કરતા જોવા મળ્યા હતા.

મંગળા આરતી દરમિયાન મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. મા અંબાના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જગદંબાના દર્શન કરીને અને ગર્ભગૃહમાં થતી આરતીનો લાભ લઈને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

નવરાત્રીના પાવન પર્વને પગલે અંબાજી મંદિરને પણ રંગબેરંગી ફૂલો અને દિવ્ય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો ભક્તોને વધુ આકર્ષી રહ્યા છે. માતાજીના આશીર્વાદ મેળવવા અને આ પવિત્ર અવસરનો ભાગ બનવા માટે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ છે. આ પવિત્ર સમયે ભક્તો જય અંબેના નાદ સાથે મા અંબાની આરાધના કરી રહ્યા છે.

વીજળીનો બિલકુલ ઉપયોગ ના કરો છત્તા પણ કેમ આવે છે બિલ ? જાણો કયા-કયા ચાર્જ આપવા પડે છે

Follow Us
Loading...
Unable to load recommendations.