અંબાજી મંદિરને 1 કિલો સોનું ભક્તે ભેટ ધર્યુ, અમદાવાદના ધોળકાના શ્રદ્ધાળુએ નામ ગુપ્ત રાખ્યુ
પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના શીખરને સોનેથી મઢવામાં આવી રહ્યુ છે. આ માટે ભક્તો પણ અહીં સુવર્ણ દાન કરી રહ્યા છે. આવી જ રીતે અંબાજી મંદિર ટ્રસ્ટને અમદાવાદના ધોળકા ના એક ભક્ત દ્વારા 1 કિલોગ્રામ સોનું ભેટ ધરવામાં આવ્યુ છે. સુવર્ણ શીખરને સોનેથી મઢાઈ રહ્યુ છે. હવે વધુ એક કિલોગ્રામ સોનાને લઈ શીખરને સુવર્ણમય બનાવવા માટે એક સાથે મોટા પ્રમાણમાં સુવર્ણ પ્રાપ્ત થયુ છે.
અંબાજી મંદિરને સુવર્ણમય બનાવાઈ રહ્યુ છે. મંદિરના શીખરને સુવર્ણથી મઢવાનુ કાર્ય ઝડપભેર ચાલી રહ્યુ છે. આ માટે ભક્તો પણ યથાશક્તિ સુવર્ણ દાન કરી રહ્યા છે. આ દરમિયાન એક ભક્તે એક કિલોગ્રામ સોનાની ભેટ અંબાજી મંદિરને આપી છે. અમદાવાદના ધોળકા તાલુકાના બદરખા ગામના એક ભક્તે આ દાન કર્યુ છે. 62 લાખ રુપિયાની કિંમતનુ આ સોનુ અંબાજી મંદિરને ભેટ ધરવામા આવ્યુ છે.
આ પણ વાંચોઃ રાજસ્થાન ચૂંટણીમાં ગુજરાતના જવાનો સુરક્ષા વ્યવસ્થાનો હિસ્સો બનશે, અરવલ્લી-સાબરકાંઠાથી થયા રવાના
બદરખાં ગામથી સોનું ભેટ લઈને આવેલા ભક્તે જણાવ્યુ હતુ કે, સોનું ભેટ ધરનારનુ નામ ગુપ્ત રાખવામાં આવ્યુ છે. જે ભક્ત પોતાનુ નામ ગુપ્ત રાખીને મંદિરને ભેટ ધરી છે. આ માટે પદયાત્રા કરીને સોનું ભેટ માટે લઈ આવ્યા હતા. બદરખા ગામથી દિવાળી બાદ 100 જેટલા ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચતા હોય છે. જ્યાં સંઘમાંથી એક ભક્તે આ દાન કર્યુ હતુ.
