Breaking News : અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ, પર્યાવરણ સંરક્ષણ તરફ એક મોટું પગલું

Breaking News : અંબાજી મંદિરમાં હવે ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગમાં મળશે પ્રસાદ, પર્યાવરણ સંરક્ષણ તરફ એક મોટું પગલું

| Updated on: Oct 31, 2026 | 1:20 PM

અંબાજી મંદિરમાં હવે પ્રસાદ માટે પ્લાસ્ટિકના બોક્સને બદલે શેરડીના કચરામાંથી બનેલા બગાસ કન્ટેનર અને ફરીથી વાપરી શકાય તેવા ટીનના કેનનો ઉપયોગ થશે.

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પર્યાવરણના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. હવે અંબાજી મંદિરમાં ભક્તોને અપાતા પ્રસાદ માટે પ્લાસ્ટિકના બોક્સનો ઉપયોગ બંધ કરવામાં આવશે. તેના બદલે, શેરડીના કચરામાંથી બનાવેલા બગાસ કન્ટેનર અને ફરીથી વાપરી શકાય તેવા ટીનના કેનનો ઉપયોગ કરવામાં આવશે.

આ પહેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)ના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. હાલમાં, અંબાજી મંદિરમાં સામાન્ય દિવસોમાં આશરે 15,000 અને દર મહિને લગભગ 10 લાખ પ્લાસ્ટિક પ્રસાદ બોક્સનું વિતરણ થાય છે, જે વાર્ષિક અંદાજે 135.6 ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે. નવી વ્યવસ્થાથી આ કચરામાં નોંધપાત્ર ઘટાડો થશે.

કાગળ અને બગાસ કન્ટેનર ટૂંકા ગાળાના ઉપયોગ માટે યોગ્ય રહેશે, જ્યારે ટીન કેન લાંબા ગાળાના ઉપયોગ માટે ફાયદાકારક સાબિત થશે. અગાઉ, આ ઇકો-ફ્રેન્ડલી પેકેજિંગ સિસ્ટમ સોમનાથ મંદિરમાં પણ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે, જે ગ્રીન પિલગ્રીમેજ અને પ્લાસ્ટિક-ફ્રી ટેમ્પલની કલ્પનાને સાકાર કરવામાં મદદ કરશે.

કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પાંજલિ, રાષ્ટ્રીય એકતા દિવસની અનોખી ઉજવણી

Follow Us
Loading...
Unable to load recommendations.