Breaking News : શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય, 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થતુ હોવાને કારણે લેવાયો નિર્ણય, જુઓ Video
બનાસકાંઠા જિલ્લામાં આવેલા 51 શક્તિપીઠોમાંના એક એવા વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભક્તોની સલામતી અને મંદિરના માળખાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસને જાહેર કર્યું છે કે 1 જાન્યુઆરીથી મંદિરના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધ્વજા ચઢાવવાની મંજૂરી આપવામાં નહીં આવે.

ધ્વજદંડને નુકસાન પહોંચવાની સંભાવના
આ નિર્ણય મંદિર પ્રશાસન, શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ બાદ લેવામાં આવ્યો છે. તાજેતરમાં કરાયેલા ટેકનિકલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે મંદિરના મુખ્ય શિખર પર આવેલો ધ્વજદંડ આશરે 15 વર્ષ જૂનો છે. દૈનિક 50થી 60 જેટલી ધજાઓ ચઢાવવામાં આવતી હોવાથી અને પવનના ભારે દબાણને કારણે ધ્વજદંડને નુકસાન પહોંચવાની સંભાવના છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધાર્મિક લાગણીને લઇને પણ નિર્ણય લેવાયો
સર્વેમાં વધુમાં સામે આવ્યું છે કે ખૂબ લાંબી ધજાઓ પવનમાં લહેરાતી વખતે મંદિરના સુવર્ણમય શિખરના કવચ સાથે ઘસાય છે, જેના કારણે સોનાના કવચને ઘસારો થતો હોવાનું નોંધાયુ છે. કેટલાક ભક્તો 50 ગજ કે તેથી વધુ લાંબી ધજાઓ લાવતા હોય છે, જે જમીનને અડતી હોવાથી ચાલતા યાત્રિકોના પગમાં આવી જાય છે અને અકસ્માતનો ભય ઉભો થાય છે. આ સાથે અન્ય ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચે છે.
મંદિર વહીવટીતંત્રએ ભક્તોને આ નિર્ણયમાં સહકાર આપવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આ પગલું સંપૂર્ણપણે શ્રદ્ધાળુઓની સલામતી, મંદિરની ભૌતિક સુરક્ષા અને પરંપરાનું સંરક્ષણ કરવા માટે લેવામાં આવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.