Banaskantha News : ભાદરવી પૂનમના મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે અંબાજી મંદિર ટ્રસ્ટ પૂરુ પાડશે વીમા કવચ, જુઓ Video

|

Sep 01, 2024 | 4:23 PM

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ પૂરાજોરશોરથી થઈ રહી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વીમા કવચની પુરૂ પાડવા તૈયારી કરી છે.

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ પૂરાજોરશોરથી થઈ રહી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વીમા કવચની પુરૂ પાડવા તૈયારી કરી છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા સંદર્ભે આવનારા લાખો માઇભક્તોની જાનમાલની ખાસ સુરક્ષા અંગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વીમો લેવામાં આવ્યો છે.

મંદિર ટ્રસ્ટે ઉતરાવ્યો કરોડોનો વીમો

આગામી 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પુનમના મેળામાં અંબાજી ધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઇ માનવસર્જીત કે કુદરતી હોનારતની ઘટના બને તો યાત્રીકોને વિમાનું લાભ મળી શકે છે. જેનાં માટે મંદિર ટ્રસ્ટે કરોડો રુપિયાની રકમનો વિમો ઉતરાવ્યો છે. વીમાની રકમ અસરગ્રસ્ત વ્યક્તિની ઉંમર અને તેનો પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવી.

Next Video