Yoga Day at Ambaji : ચાચર ચોકમાં ગરબાના તાલે યોગ, જુઓ Video
અંબાજીના ચાચરચોકમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાનના લાઈવ સંબોધન બાદ, "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય" થીમ પર આધારિત, ગરબાના તાલે યોગ કરાયો. મંદિરના અધિકારીઓ, પોલીસ, શાળાના બાળકો અને સ્થાનિકોએ ભાગ લીધો.
આજે 21 મી જૂન દેશભરમાં 11 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે જેમ લઈ શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારે મંદિરના ચાચરચોકમાં યોગ માટે મોટી સંખ્યામાં લોકો પહોચ્યા હતા.
આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના પગલે ચાચરચોકમાં વડાપ્રધાન ન લાઇવ વક્તવ્ય બાદ “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ ” ની થીમ આધારિત તજજ્ઞો દ્વારા સૌ પ્રથમ વખત ગરબા ની થીમ સાથે ચાચર ચોક માં ગરબા ન તાલે યોગ કર્યા હતા.
અહીં ઉપસ્થિત રહેલા લોકો ને શારીરિક તંદુરસ્તી ને કાયા નિરોગી રહે તેવા યોગ કરવામાં આવ્યા હતા ,આ યોગ દિવસ ને લઈ મંદિરના અધિક કલેકટર,પોલીસ સ્ટાફ ,gisf,આરોગ્ય,હોમગાર્ડ સહિત અંબાજી ની વિવિધ શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો અને બાળકો એ આ યોગ દિવસમાં જોડાઈ યોગ કર્યા હતા જોકે આ યોગને લઈ ઋષિ મુનિઓ પણ કામ કરી રહ્યા છે જે યોગને 139 દેશોમાં માન્યતા આપ્યા બાદ આ 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.